"e-પ્રશાસન અંતર્ગત www.dpeovadodara.org" માં આપનું સ્વાગત છે.

" વ્હાલ ભર્યું ટાંકણું ને હેતની હથોડીએથી બચપણ કંડારવાનું કામ કરું છું.
ટીચર છું એટલે હું સૂરજ આંજીને આમ ખુદ ને અજવાળાનું કામ કરું છું. "

      વર્તમાન યુગમાં સમય અમૂલ્ય છે. વડોદરા જીલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો, આચાર્યો, નિરીક્ષકો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તેમજ બી.આર.સી ભવન ખાતે કાર્યરત કર્મચારીગણ તેમજ વાલીઓ ને પરિપત્રો, સૂચનાઓ, નવીન બાબતોની જાણકારી તુરંત જ પહોચાડી શકાય તે માટે વેબસાઈટ નું નિર્માણ ખૂબ જરૂરી હતું. વેબસાઈટ માત્ર વહીવટી બાબતો પૂરતી સિમીત ના રહે પરંતુ કચેરી તેમજ શાળાઓ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ લોકસહયોગ દ્વારા શાળા વિકાસ માટેના પ્રયાસો પણ ફોટોગ્રાફ તેમજ સંક્ષિપ્ત નોંધ સ્વરૂપે મૂકી શકાય તેની કાળજી લેવાઈ છે. આ ભગીરથ કાર્યના નિર્માણમાં પ્રેરણા આપનાર જીલ્લા વિકાસ અધિકારી, વડોદરા ડૉ. કુલદીપ આર્ય તેમજ ચેરમેન, જીલ્લા શિક્ષણ સમિતિ શ્રી અજેન્દ્રસિંહ ઠાકોર નો ઋણ સ્વીકાર કરું છું.

" હાથ પકડીને મોજાં ઘુંટાવ્યા અમે શંખલા, છીપ, મોતી ભણાવ્યા અમે,
માછલી સાત દરીયા લખી લાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે."
એમ. એન. પટેલ
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વડોદરા

કાર્યક્રમોની ઉજવણી બાબત